Blog setting

ચાલતી પટ્ટી

"સપને વો નહી,જો આપ સોતે વક્ત દેખતે હો,સપને તો વો હોતે હૈ જો આપકો સોને નહી દેતે"- ડો.અબ્દુલકલામ । "in Teaching Others we Teach ourselves."

Camera's Eye

જનરલ નોલેજ



ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કરેલ જનરલ નોલેજ પુસ્તિકા ડાઉનલોડ કરો.જે આપને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા ઉપયોગી બનશે.
૧.જનરલ નોલેજના ૫૦૦ પ્રશ્નો


જાણો  જનરલ નોલેજ
  • ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
  • વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ થાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
  • સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
  • જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
  • માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
  • ભારતના  મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
  • શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
  • હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
  • જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી  ચિયાકી મુકાઇ હતી.
  • ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે.
  • વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય પંતનગરમાં સ્થપાય હતી.
  • ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ પોસ્ટઓફિસ નવી દિલ્લીમાં શરૂ કરવામાં આવી હતી.
  • સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
  • આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ હતાં.
  • નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
  • પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
  • દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનને વિસ્કોમીટર કહેવામાં આવે છે.